Maharaja Thakore Shri Sir Bhagwat Singhji Sagramji Sahib Bahadur, Maharaja of Gondal a 1911 photograph, during his visit to London, for the Coronation of King George.

આજના કિશોરોને ધનઉડાઉ પેઢીને સમજવા જેવો અદûભુત દાખલો ગોંડલના મહારાજા ભગવતસિંહજીનો છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી સંગ્રામસિંહજી રાજાને ત્યાં સન ૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે જન્મેલા સર ભગવત્સિંહજીએ ભારતના રજવાડાંઓને એક ઉત્તમ રાજાવીનું ઉહાદરણ પૂરું પાડ્યું હતું. એમની વહીવટ દક્ષતા, એમની કરકસર એટલે અદભુત અર્થશાસ્ત્ર ! ખૂબ વ્યવહારુ અને કોઈને પરેશાનીરૂપ ન બને એવી કરકસર !
વિશ્વયુદ્ધ વખતે દેશનું મોટા ભાગનું લોખંડ યુદ્ધ સરંજામ માટે કારખાનાંઓમાં ઉપાડી જવામાં આવતું હતું ત્યારે લોખંડની એટલી બધી તંગી ઊભી થઈ કે ઓફિસોમાં વપરાતી ટાંચણીઓની પણ સખત ખેંચ ઊભી થઈ. ટાંચણીઓના ભાવ પણ ખૂબ વધ્યા. ખૂબ મોંઘા ભાવે મળતી ટાંચણી પણ તદ્દન હલકી કક્ષાની અને થોડા જ સમયમાં કટાઈ જાય તેવી !.
એવા સમયમાં ભગવતસિંહજી રાજ્યની કચેરીમાં અણધાર્યા આવી ચડ્યા. તેમની સૂક્ષ્મ નજરે નોંધાઈ ગયું કે કાગળ પર લગાડેલી ટાંચણીઓ કાગળ સાથે કચરા ટોપલીમાં જાય છે. મોંઘી ટાંચણીઓ આમ જાય, રાજ્યને કેમ પોસાય ?
ભગવતસિંહ બાપુએ બીજે જ દિવસે દીવાનને ફરમાન કર્યું : 'આપણા રાજ્યના વાઘરીઓના મુખીને હાજર કરો.'
વાઘરીનો વડો હાજર થયો. બાપુએ કહ્યું : 'તમે રોજ દાતણ કાપીને વેચો છો તેની શૂળો સાફ કરીને ફેંકી દો છો?'
'હા બાપજી.'
'હવેથી એ બધી શૂળો ભેગી કરવાની. તેમાંથી સારી મજબૂત શૂળો-કાગળમાં ભરાવવાના કામમાં લાગે તેવી શૂળો જુદી તારવી રોજ તેનાં બંડલ કરવા ને સાંજે અહીં પહોંચાડી જવાં. સમજાય છે ?'
'હોવે બાપુ ! આપનો હુકમ શિર સાટે. આપનો હુકમ છે ને રોજે રોજની કોથળા ભરીને શૂળું દઈ જાશું.'
'કાલથી જ દેવા માંડો... અને તમે અટાણે બજારમાં શાક મારકેટ પાસે દાતણ વેચવા બેસો છો, તેનું રાજને કાંઈ ભાડું ચૂકવો છો કે નહીં ?'
'હોવે બાપુ ! દેવું તો પડે જ ને !'
'ઈ ભાડું હવેથી માફ ! પણ જો બાવળની શૂળો પહોંચાડવામાં ચૂકશો તો તે દિ'થી ભાડું ચાલુ થઈ જશે...' અને બીજા જ દિવસથી બાપુનું ફરમાન દરેક કચેરીએ લાગી ગયું : 'હવેથી સૌએ ટાંચણી-પીનને બદલે શૂળોનો જ ઉપયોગ કરવો. પીન કરતાં વધુ સારું કામ આપે છે અને ઉપયોગ કરી લીધા પછી ફેંકી દેવામાં આવે તો પણ રાજને કશું નુકસાન થતું નથી.'
બે વર્ષ પછી ગોંડલ નરેશે દીવાન પાસે આંકડો કઢાવ્યો. દીવાને કહ્યું : 'હજૂર ! આનાથી રાજ્યની તિજોરીને પૂરા એક લાખ ને બાવીસ હજાર રૂપિયાનો બચાવ થયો !'
ગોંડલ નરેશની કરકસરના એવાં અનેક ઉદાહરણો છે ! સમસ્ત રાજમાં તેમજ લોકોના ઘરમાં કોઈપણ કામની વસ્તુને નકામી બનાવીને ફેંકી દેવામાં ન આવે તે માટે બાપુ ખાસ તકેદારી રખાવતા. બાટલીઓ, કાચનો સામાન, ધાતુઓનો ભંગાર, કોથળા, ચીંથરાં આ તમામ વસ્તુઓમાંથી પૈસા ઉપજાવવામાં આવતા અને તિજોરીમાં જમા કરાવાતા.
ગોંડલમાં સરકારી ખર્ચે ચાલતું રાજનું બેનમૂન ગેસ્ટહાઉસ હતું. પણ મહારાજનો સખ્ત આદેશ હતો કે ગમે તેવા ઉચ્ચ દરજ્જાના મોંઘેરા મહેમાનને પણ ત્રણ દિવસથી વધારે સમય અતિથિગૃહમાં રહેવા દેવો નહિ અને જો રોકાય તો ચોથા દિવસથી ખર્ચનું બિલ આપવા માંડવું.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર તેમના કાઠિયાવાડના પ્રવાસ દરમિયાન અન્ય તમામ રજવાડાંઓની જેમ જ ગોંડલના પણ અતિથિ બન્યા હતા. રવીન્દ્રનાથના દરજ્જાને છાજે તેવી સુન્દર રીતે સર ભગવતસિંહજીએ ત્રણ દિવસ તેમની પરોણાગત કરી. પણ કવિ તેમની શાંતિનિકેતન નામની સંસ્થા માટે ફંડ કરવા નીકળ્યા હોઈ, ત્રણ દિવસમાં તેનું કાર્ય સમાપ્ત થાય તેમ ન હતું તેથી બે દિવસ વધુ રોકાઈ જવું પડ્યું. પાંચમે દિવસે જ્યારે તેઓ ટ્રેનમાં બેઠા ત્યારે અતિથિગૃહના મેનેજરે હળવેક રહીને તેમના હાથમાં વધારાના બે દિવસનું બિલ મૂકી દીધું અને વાંચીને કશુંય બોલ્યા વગર ટાગોરે ચુપચાપ રોકડાં નાણાં ચૂંકવી દીધાં.
રખે કોઈ આવા દાખલા પરથી સર ભગવતસિંહજીને કંજુસ માને ! આ એક જ એવા રાજવી હતા જેમણે સાચી જરૂરિયાતવાળાઓને જરાય સંકોચ વગર છૂટે હાથે નાણાં આપ્યાં હતાં. સ્વયં રવીન્દ્રનાથ ટાગોરને પણ તેમણે આપેલો ફાળો કાઠિયાવાડમાં ભાવનગર પછી બીજે નંબરે હતો. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીને ટાગોર સાથે અંગત સંબંધ હોવાથી જ ભાવનગરના મહારાજાએ વધારે નાણાં આપ્યાં હતાં. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સત્યાગ્રહની લડત ચલાવતા ત્યારે સર ભગવતસિંહજીએ તેમની લડતમાં સહાયરૂપ થવા ખાનગી રીતે નાણાં મોકલ્યાં હતાં.
આવી અદûભુત કરકસર વડે રાજની તિજોરીને જે લાભ થતો અને નાણાંનો બચાવ થતો, તેનો ઉપયોગ મહારાજાએ અથવા રાજકુટુંબે કંઈ પોતાના ભોગ વિલાસમાં કે હલકા શોખો પોષવામાં હરગિઝ નહોતો કર્યો. રાજની પાઈએ પાઈ લોક કલ્યાણનાં કાર્યો પાછળ વપરાતી હતી. રાજાશાહી દરમિયાનનાં ગોંડલ સ્ટેટનાં તમામ સરકારી બાંધકામ પર નજર ઘુમાવી જોશો તો રેલવે સ્ટેશનો-પુલો-રસ્તાઓ-દરબારી ઈમારતો-નદી પરના બંધો.... ક્યાંય એક કાંકરી સરખી પણ ખરતી દેખાશે નહિ. કેટલાંક બાંધકામ તો સદી પુરાણાં હોવા છતાંય આજે પણ એવાં જ - તદ્દન નવાં જેવાં જ લાગશે.
અને રાજની આવી કરકસર દ્વારા જે નાણાં બચી શકતાં હતાં તેનો પ્રજાને એ ફાયદો હતો કે ગોંડલમાં પ્રજાના કોઈ પણ વર્ગ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ન હતો. આખા હિંદમાં એક ગોંડલ જ એવું સ્ટેટ હતું જે સંપૂર્ણ 'ટેક્સફ્રી' ગણાતું હતું. ખુદ વાઈસરોય અને અંગ્રેજ સરકારને પણ નવાઈ લાગતી હતી : 'નામનાય કરવેરા વગર આ રાજ્ય પોતાનો વહીવટ કેવી રીતે ચલાવી શકતું હશે ?'H.H._Maharaja_Thakore_Shri_Sir_Bhagwant_Singhji_Sagramji_Sahib_Bahadur,_Maharaja_of_Gondal,_GCSI,_GCIE,_1911.jpg

H2
H3
H4
3 columns
2 columns
1 column
Join the conversation now